ટીમ અલ્પેશનો નવો નારો, ‘સરદાર લડે ગોરો સે, હમ લડેગે ચોરો સે’….!

જેલમાંથી છૂટ્યા બાદ અલ્પેશ કથીરિયાના ટેકેદારોએ કહ્યું……

પાટીદાર આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયા આજે લાજપોર જેલમાંથી મુક્ત થયો છે. અલ્પેશને આવકારવા માટે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત પાટીદારો મોટી સંખ્યામાં લાજપોર જેલ પહોંચ્યા હતા. અલ્પેશ જેલમુક્તિ બાદ મિનિબજાર સરદારની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. અલ્પેશ જેલ બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાઇ શકે છે. અત્યારે મોટા ભાગના પાસના કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા આપમાં જશે કે નહીં તેને લઈને પણ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

બીજી બાજુ અલ્પેશે જણાવ્યું હતું કે, હાલ કોઈ રાજકીય પક્ષમાં જોડાવવાનો નિર્ણય કર્યો નથી. કોર કમિટીમાં ચર્ચા બાદ વિચારીશું. જેલ મુક્ત થયા બાદ પાસ નેતા અલ્પેશ કથિરિયાએ રાજકીય પક્ષમાં જોડાવવાને લઈને નિવેદન આપ્યું હતું.

નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટેમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરાયેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતો. તેની સાથે 12 આરોપીને અગાઉ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. એડવોકેટ જનરલે રાજદ્રોહ જેવા ગુનામાં જામીન ના આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ બાબુ માંગુકિયા અને બેલા પ્રજાપતિએ કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી હતી અને જામીનની માગણી કરી હતી.

 60 ,  1