ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ જાહેર, રહાણે કેપ્ટન

ગુજરાતના આ ત્રણ ખેલાડીઓનો સમાવેશ

BCCIએ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ માટે 16 ખેલાડીની યાદી બહાર પાડી દીધી છે, જેમાં અજિંક્ય રહાણે પહેલી મેચમાં કેપ્ટનશિપ કરશે, જ્યારે ચેતેશ્વર પૂજારા આ મેચમાં વાઈસ-કેપ્ટન રહેશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી આરામ કરી રહ્યો હોવાથી T-20 સિરીઝ અને પહેલી મેચ નહીં રમે. તે બીજી મેચથી ટેસ્ટ કેપ્ટન તરીકે ટીમમાં પરત ફરશે.

ન્યુઝીલેન્ડ સામે 25 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે. BCCIએ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ માટે 16 ખેલાડીની યાદી બહાર પાડી દીધી છે જેમાં કેટલાક નવા અને કેટલાક અનુભવી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટીમના રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો છે અને એક સિનિયર અનુભવી ખેલાડી તરીકે રહાણે ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે. નોંધનીય છે કે, પ્રથમ ટેસ્ટ કાનપુરમાં અને બીજી ટેસ્ટ મુંબઈમાં રમાવાની છે.

ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમનો કેપ્ટન ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ અને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ જશે. આવી સ્થિતિમાં અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળવા જઈ રહ્યો છે. જ્યારે કોહલી બીજી ટેસ્ટમાંથી વાપસી કરશે.

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પુજારા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (વિકેટમેન), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઈશાંત. શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિધ કૃષ્ણ

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી