વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બાંગરે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું…

વર્લ્ડકપ દરમિયાન ધોનીને ચોથા કે પાંચમાં નંબરે ઉતારવાની જગ્યાએ સાતમાં નંબર પર ઉતારવા અંગે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરે ચુપ્પી તોડી છે. બાંગરે એક મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

સંજય બાંગરે હક્યુ કે, ”ટીમમાં હું એકલો નિર્ણય નથી લેતો, તમામ લોકોની સહમતિથી લેવાનો હોય છે. હાં, અમે નક્કી કર્યું હતું કે, મિડલ ઓર્ડરની બેટિંગ દ્વારા 30થી 40 ઓવરની અંદર વધુમાં વધુ રન બનાવીશું.” ”સેમીફાઈનલમાં ટાર્ગેટ હાંસિલ કર્યા પહેલા જ અમે શરૂઆતની 30-40 મિનીટમાં ત્રણ મહત્વની વિકેટને ગુમાવી દીધી હતી, પરંતુ ટીમે મેચની છેલ્લી ઘડી સુધી સંઘર્ષ કર્યો હતો. મહત્વનું છે કે જો ધોનીએ સારા એવા રન બનાવી લીધા હોત, તો મેચમાં જીત પાક્કી હતી.”

સેમીફાઈનલમાં હાર મળ્યા બાદ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે, ટીમ ઈચ્છતી હતી કે ધોની નીચલા ક્રમે બેટિંગ કરે અને તેની ફિનીશીંગનો ફાયદો ઉઠાવીને મેચમાં અદભૂત પ્રદર્શન કરી ટીમને જીત અપાવે. શાસ્ત્રીએ એવું પણ કહ્યું હતું કે જો અમે આવું ન કરતા તો અમે ધોનીની ફિનીશીંગની ક્ષમતા સાથે ન્યાય ન કરી શકત.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી