સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયામાં પડી તિરાડ?

વનડે સીરીઝમાંથી પરત ખેંચ્યું નામ!, રોહિત- કોહલી વચ્ચે ‘વિરાટ’ અંતર

સાઉથ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા જ ટીમ ઈન્ડિયામાં ભડકો થયો છે. ટેસ્ટ સિરિઝમાંથી રોહિત શર્મા ટ્રેનિંગ કેમ્પમાં થયેલી ઈજાના કારણે બહાર થઈ ગયો છે ત્યારે વિરાટ કોહલીએ અંગત કારણસર વન ડે સિરિઝમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. આફ્રિકા પ્રવાસ દરમ્યાન કોહલી અને રોહિત શર્મા એક સાથે રમશે નહીં જેના પગલે લોકો અનેક તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે જેમાં અમુક લોકો કપ્તાની વિવાદનું કારણ જણાવી રહ્યા છે.

ક્રિકેટ બોર્ડે કોહલીને વન ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધા બાદ કોહલીએ વન ડે સિરિઝ નહીં રમવાનો નિર્ણય કર્યો હોવાથી ટીમ ઈન્ડિયામાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ તે સ્પષ્ટ થઈ ગયુ છે.જોકે કોહલીએ બોર્ડને એવુ કારણ આપ્યુ છે કે, 11 જાન્યુઆરીએ મારી દીકરી વામિકાનો પહેલો બર્થ ડે છે અને તેને હું પરિવાર સાથે સેલિબ્રેટ કરવા માંગુ છું.

કોહલી ત્રીજી ટેસ્ટ બાદ પરિવાર સાથે સમય વીતાવવા માંગે છે તેવુ કારણ રજૂ કરાયુ છે પણ ભારતીય ટીમ માટે અને આ સારા સંકેત નથી.

વિરાટ કોહલી પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને સોંપવામાં આવી છે અને હવે સમાચારો અનુસાર વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી આરામ લેવા જઈ રહ્યો છે. વિરાટ કોહલીના આરામના સમાચાર પણ અત્યંત ચોંકાવનારા છે કારણ કે તે ટી20 વર્લ્ડ કપ 2021 બાદ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી અને એક ટેસ્ટ મેચમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે વિરાટ કોહલી આવું પગલું કેમ ઉઠાવી રહ્યો છે? બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI માટે મુશ્કેલી વધી ગઈ છે.

 52 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી