સોશિયલ મીડિયામાં વાયરલ, રવિ શાસ્ત્રીના પગ પાસે જુઓ…

ઇંગ્લેન્ડનાં માન્ચેસ્ટરમાં ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ-ફાઇનલ રમાઇ રહી છે. આ મેચ મંગળવારનાં રમાવાની હતી, પરંતુ વરસાદનાં કારણે મેચ પુરી થઇ શકી નહીં. ટીમ ઇન્ડિયાને દેશભરમાંથી શુભકામનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ દરમિયાન જનતા દળ યૂનાઇટેડનાં નેતા અજય આલોક ફેક ન્યૂઝનો શિકાર બન્યા છે.

ઉલ્લેખનીય છે કે અજય આલોક જનતા દળ યૂનાઇટે (જેડીયૂ)નાં નેતા છે. લોકસભા ચૂંટણી બાદ જૂન મહિનામાં અજય આલોકે પાર્ટીનાં પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું હતુ. રાજીનામું આપ્યું ત્યારે તેમણે ટ્વિટ કર્યું હતુ કે, ‘પોતાનું કામ યોગ્ય રીતે નહોતુ કરી શક્યો, આ કારણે પદ છોડી રહ્યો છું.’

જેડીયૂ નેતા અજય આલોકે બુધવારની બપોરે 12.46 વાગ્યે આ તસવીરને ટ્વિટ કરી હતી. સાથે લખ્યું હતુ કે સારું થયું કે રવિ શાસ્ત્રી, વિરાટ કોહલીની આ તસવીર બિહારમાં નથી લેવામાં આવી. નહીં તો વિશ્વ કપનાં જશ્નની બદલે જેલમાં જવું પડ્યું હોત અને તમને લોકોને, નીતિશ કુમારને આનો ઘણો જ અફસોસ થાત. આ સાથે તેમણે ભારતીય ટીમને વિશ્વ કપ માટે શુભકામનાઓ આપી છે.

જો સાચી તસવીરની વાત કરીએ તો એ તસવીર સાચી છે, જેમાં સંપૂર્ણ ટીમ ઇન્ડિયા જોવા મળી રહી છે, જેને બીસીસીઆઈએ 6 જુલાઈનાં ટ્વિટ કરી હતી જ્યારે ભારતની સેમિ-ફાઇનલમાં જગ્યા પાક્કી થઇ ગઇ હતી. બીસીસીઆઈ તરફથી લખવામાં આવ્યું હતુ કે, ‘એક ટીમ, એક દેશ અને એક ઇમોશન.’

તમે જાણો જ છો કે બિહારની જેમ ગુજરાતમાં દારુ બંધી છે. આ તસવીર ગુજરાતમાં પણ આગની જેમ વાયરલ થઇ રહી છે. આ ફોટો જોઇને લોકોના મોઢામાં પાણી આવી રહ્યા છે. અનેક લોકો આ ફોટો શેર કરીને પોતાના અલગ-અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

 67 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી