વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિનર કીવીને હરાવી ટેસ્ટમાં ફરી ટીમ ઈન્ડિયા ‘કિંગ’

જાણો કઇ ટીમને કેટલા રેન્ક મળ્યા

ICC દ્વારા ભારત-ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ નવા રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયા નંબર 1 બની છે. ખાસ વાત એ છે કે, ટીમ ઇન્ડિયાની આ ઉપલબ્ધિ હાલના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિનર ન્યૂઝીલેન્ડને હરાવીને મેળવી છે અને તેને જ નંબર 1 પરથી પાછળ ધકેલી દીધું છે. હવે ICC રેન્કિંગમાં ભારતના કુલ 124 પોઇન્ટ થઇ ગયા છે, જ્યારે ન્યૂઝીલેન્ડના 121 પોઈન્ટ છે.

ટીમ ઇન્ડિયાની અંદાજિત 6 મહિના બાદ નંબર 1 પોઝિશન પર વાપસી થઇ છે. જૂનમાં જ્યારે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ગુમાવી હતી, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ નંબર 1 પર ચાલ્યું ગયું હતું. પરંતુ હવે ટીમ ઇન્ડિયાએ ફરીથી તે હાંસલ કરી લીધું છે.

કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતી ટેસ્ટ ટીમ ઘણી મજબૂત થઇ છે. ટીમ ઇન્ડિયા 2016થી 2020 સુધી સતત 1 નંબર પર રહી ચૂકી છે. ત્યારબાદ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે થોડો સમય તે પૉઝિશન મેળવી હતી.

બાદમાં ભારતે ફરીથી આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી, પરંતુ ટેસ્ટ ચેમ્પિયનશિપ ગુમાવીને ટીમ ઇન્ડિયા નંબર-2 પર પહોંચી હતી. હવે કેપ્ટન વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડની જોડીની સામે પડકાર હશે કે તેઓ આ પૉઝિશનને યથાવત્ રાખે અને સાઉથ આફ્રિકામાં પણ જીત મેળવી લે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી