ટીમ ઇન્ડિયાએ હારેલી બાજી જીતમાં પલટી

બીજી વન ડેમાં 8મા ક્રમે આવેલા ચહરે ભારતની જીતનો ‘દીપક’ પ્રગટાવ્યો

ટીમ ઇન્ડિયાએ હારેલી બાજી જીતમાં પલટી, 8મા ક્રમે બેટિંગમાં ઉતરેલા દીપક ચહરે શાનદાર 69 રનની અણનમ ઇનિંગ રમી ભારતને ત્રણ વિકેટે જીત અપાવી, ભારતે શ્રીલંકાને વનડે સિરીઝના બીજા મેચમાં હાર દેખાડી છે. કોલંબોમાં રમાયેલા બીજા વનડેમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટથી વિજય મેળવ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચની સિરીઝમાં ભારતનો 2-0થી વિજય થયો છે.

ટીમ ઇન્ડિયાની આજની બીજી મેચ જીતવી લગભગ મુશ્કેલ બની ગઈ હતી. 193ના સ્કોર પર 7 બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યારે ભારત હજુ પણ જીતથી 83 રન દૂર હતું. બાદમાં 8મા ક્રમે દીપક ચહર મેદાન પર ઉતર્યો હતો પરંતુ હવે જીતની આશા લગભગ કોઈને હતી નહીં. આવામાં દીપક ચહરે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી તાબડતોબ 69 રનની અણનમ પારી રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ જીત સાથે શ્રીલંકા સામેની ત્રણ મેચોની સિરીઝમાં 2-1થી શ્રેણી પર કબજો પણ મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 275 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 49.1 ઓવરમાં 7 વિકેટે 277 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

 71 ,  1