મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત

ભારતે 372 રનથી ન્યૂઝીલેન્ડને પછાડ્યુ

ભારતે મુંબઈ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 372 રને હરાવીને મેચ અને સિરીઝ જીતી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ભારતની રનોની સૌથી મોટી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 540 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ બીજા દાવમાં માત્ર 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ચોથા દિવસે ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી અને જયંત યાદવે રચિન રવિન્દ્રની 18 રને વિકેટ મેળવી ટીમ ઈન્ડિયાને છઠ્ઠી સફળતા અપાવી હતી. રચિન રવિન્દ્રએ કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કિવી ટીમને હારમાંથી તો બચાવી સાથે મેચ ડ્રો કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. રવિન્દ્ર અને હેનરી નિકોલ્સે છઠ્ઠી વિકેટ માટે 90 બોલમાં 33 રન જોડ્યા હતા.

જયંતે તેની આગલી જ ઓવરમાં કાયલ જેમિસનને શૂન્ય રને LBW આઉટ કર્યો. હેનરી નિકોલ્સ સાથે પરામર્શ કર્યા પછી જેમિસને રિવ્યૂ લીધો પરંતુ તેમાં તેને આઉટ અપાયો અને જયંતે NZ ને 7મો ફટકો આપ્યો હતો. તે જ ઓવરમાં યાદવે ટિમ સાઉથીને ઝીરો રને બોલ્ડ કર્યો હતો.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી