ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર હરભજને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

હરભજન સિંહે ક્રિકેટને કહ્યું અલવિદા….

ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. હરભજન સિંહે સોશિયલ મિડીયાના મારફતે આ અંગે જણાવ્યું છે. આ સાથે ભજ્જીનો 23 વર્ષની સફરનો અંત આવ્યો છે.

ભજ્જીનુ કેરિયર શાનદાર રહ્યુ છે. તેણે 103 ટેસ્ટમાં 417 વિકેટ લીધી છે જ્યારે બે સદી સાથે 2235 રન પણ બનાવ્યા છે. જ્યારે 236 વન ડે મેચોમાં તેણે 269 વિકેટ ઝડપી છે.ટી-20માં તેના નામે 28 મેચમાં 25 વિકેટો બોલે છે.

ભજ્જી અનિલ કુંબલે અને અશ્વિન બાદ ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે.આઈપીએલમાં પણ ભજ્જીએ 150 વિકેટો ઝડપી છે.

હરભજન સિંહ સાથે તાજેતરમાં કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુએ મુલાકાત કરી હતી અને તે સમયથી જ ચર્ચા ચાલી રહી છે કે, હરભજન બહુ જલ્દી રાજકારણમાં જોડાઈ શકે છે.જોકે આ વાતને ભજ્જીએ અફવા ગણાવી છે. ભજ્જીએ કહ્યુ હતુ કે ,પોતાના સન્યાસનુ એલાન કરતા કહ્યુ હતુ કે, દરેક સારી વસ્તુઓનો અંત આવતો હોય છે.આજે હું ક્રિકેટને અલવિદા કહ્યુ છે અને મારી 23 વર્ષની મુસાફરીને યાદગાર બનાવનારા દરેક વ્યકિતનો આભારી છું.

હરભજનનું આંતરરાષ્ટ્રીય કરિયર

કુલ ટેસ્ટ : 103, વિકેટ : 417
કુલ વન્ડે : 236, વિકેટ : 269
કુલ ટી-20 : વિકેટ : 25

હરભજનની પ્રથમ અને આખરી મેચ

પ્રથમ ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા, 1998
અંતિમ ટેસ્ટ : શ્રીલંકા, 2015

પ્રથમ વનડે : ન્યૂઝીલેન્ડ, 1998
અંતિમ વનડે : સાઉથ આફ્રિકા, 2015

પ્રથમ ટી-20 : સાઉથ આફ્રિકા, 2016
અંતિમ ટી-20 : યુએઈ, 2016

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી