Video: રિલીઝ થયું ધર્મેન્દ્રના પૌત્રની ડેબ્યૂ ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’નું ટીઝર

દેઓલ પરિવારની ત્રીજી પેઢીએ બોલીવુડમાં પગરણ માંડ્યા છે. સની દેઓલના દીકરા અને ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલની ડેબ્યૂ ફિલ્મ પલ પલ દિલ કે પાસનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં કરણ રોમાન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

આ ટીઝર રિલીઝની સાથેસાથે યુ ટ્યૂબ પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. આ ટ્રેલરમાં એડવેન્ચર અને એક્શનનો ડોઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

ટીઝરની શરૂઆત હિમાલયની વાદીઓથી થાય છે. એડવેન્ચર સ્પોર્ટ્સના દ્રશ્યો વચ્ચે કરણની એન્ટ્રી થાય છે. દેઓલ પરિવારના સભ્યો સામાન્ય રીતે એક્શન ફિલ્મો માટે જાણીતા છે. બોબી દેઓલને છોડી દઈએ તો ધર્મેન્દ્ર અને સનીની ઈમેજ એક્શન સ્ટાર્સની રહી છે.

દીકરાના ડેબ્યૂને લઈને સની ખૂબ જ સતર્ક છે. એટલે જ જેની ડેબ્યૂ ફિલ્મને કોઈ બીજાના હાથમાં સોંપવા કરતા સનીએ પોતે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં કરણની સાથે સહર બામ્બા પણ બોલીવુડમાં પોતાની ઈનિંગની શરૂઆત કરી રહી છે.

પહેલા ફિલ્મ 19 જુલાઈએ આવવાની હતી, પરંતુ સની દેઓલ લોકસભા ચૂંટણીમાં ઉતરવાનો હોવાથી ફિલ્મ થોડા સમય માટે ટળી ગઈ. ફિલ્મનું ટાઈટલ ધર્મેન્દ્રની હિટ ફિલ્મના ગીત પરથી લેવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી