હ્રિતિકે રોમેન્ટિક ‘જુગરાફિયા’નું ટીઝર કર્યું રિલીઝ

હ્રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ના પહેલા રોમેન્ટિક સોન્ગ ‘જુગરાફિયા’નું ટીઝર તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ રોમેન્ટિક સોન્ગમાં હ્રિતિક રોશન સાથે તેની પ્રેમિકાના રોલમાં એક્ટ્રેસ મૃણાલ ઠાકુર જોવા મળશે. ફિલ્મનું આ પહેલું સોન્ગ 14 જૂને રિલીઝ થશે. આ સોન્ગને ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલે ગાયું છે. સિંગર ઉદિત નારાયણે જણાવ્યું કે, ‘હું આટલા સમયમાં આટલો બધો ઉત્સાહી ક્યારેય ન હતો. મારું છેલ્લું હિટ સોન્ગ સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મનું રાધા સોન્ગ હતું અને હું શ્યોર છું કે આ સોન્ગ તેનાથી પણ વધુ હિટ જશે.’વધુમાં તેમણે જણાવ્યું કે, ‘આ ગીતમાં વાર્તાલાપ છે જેમાં એક સોશિયલ મેસેજ છે. પૈસાથી ઉપર પ્રેમ, તે વિશે તેમાં વાત છે. ફિલ્મમાં હ્રિતિક ગરીબ છે છતાં તે તેની બેટર હાફને ખુશ રાખવામાં સફળ રહે છે.’

આ ફિલ્મ બાયોગ્રાફિકલ ડ્રામા છે. બિહારના ગરીબ કુટુંબમાં જન્મેલા આનંદ કુમારની આ સાચી સ્ટોરી છે જેનો રોલ હ્રિતિક નિભાવી રહ્યો છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં મૃણાલ ઠાકુર, અમિત સાધ, નંદિશ સંધુ , પંકજ ત્રિપાઠી અને આદિત્ય શ્રીવાસ્તવ પણ સામેલ છે. ફિલ્મ 12 જુલાઈએ રિલીઝ થવાની છે. ‘સુપર 30’ ફિલ્મને સાજીદ નડિયાદવાલા, ફેન્ટમ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટે પ્રોડ્યૂસ કરી છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી