અમદાવાદ : લિફ્ટમાં યુવતીની છેડતી, મોબાઇલ નંબર માંગી સનકીએ કર્યા બિભત્સ ચેનચાળા

નારોલ પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નારોલમાં એક પરણિત યુવતી છેડતીનો ભોગ બની છે. લિફટમાં સનકીએ યુવતીનો મોબાઇલ નંબર માંગ્યો હતો. જો કે નંબર ન મળતા બદમાશે જબરજસ્તી હાથ પકડી બિભત્સ ચેનચાળા કરવા લાગ્યો હતો. ત્યારબાદ યુવતીએ ફોન કરી પોતાના પતિને બોલાવી આરોપીને પોલીસ હવાલે કર્યો હતો. આ મામલે નારોલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારોલ વિસ્તારમાં રહેતી 21 વર્ષિય યુવતી સાંજના સમયે તેના પતિ સાથે પાણીપુરી ખાવા માટે બહાર ગઈ હતી. જે બાદમાં તેના પતિએ તેને સોસાયટીના ગેટ પર ઉતારી, તેઓ પોતાના કામથી બહાર નીકળ્યા હતા. મહિલા પોતાના સાસુ સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં બેઠી હતી તે દરમિયાન એક સનકી યુવતી સામે અવાર નવાર જોતો હતો. જેથી યુવતી કંટાળી ઘરે જવા માટે નિકળી હતી. ત્યારે નરાધમ યુવતીનો પીછો કરી પાછળ આવ્યો હતો. દરમિયાન લિફ્ટમાં આરોપીએ મોબાઇલ નંબર આપવા માટે કહ્યું હતું. જો કે યુવતીએ મોબાઈલ નંબર આપવાની ના પાડતા આરોપી જબરજસ્તી કરવા લાગ્યો હતો. અને યુવતીનો હાથ પકડી બીભત્સ ચેનચાળા કરવા લાગ્યો હતો.

યુવતી લિફ્ટમાંથી બહાર નિકળી સીડી મારફતે નીચે ઉતરી પોતાના પતિને ફોન કરીને બોલાવ્યો હતો. ત્યારબાદ આજુબાજુના લોકોએ આરોપીને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ હિરને રાઠોડ અને નારોલમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આરોપી યુવકને પોલીસ હવાલે કર્યો હતો. આ મામલે નારોલ પાલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી કરી છે.

 32 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર