દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં અભિનેત્રી સાથે થઈ છેડતી

આરોપી બિઝનેસમેનની કરાઈ ધરપકડ

દિલ્હીથી મુંબઈની ફ્લાઈટમાં એક અભિનેત્રીની છેડતી કરવાના આરોપસર ગાઝિયાબાદના એક બિઝનેસમેનની ધરપકડ કરવામાં આવી છે. 40 વર્ષીય અભિનેત્રીએ પોલીસને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તે 3 ઓક્ટોબરના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી હતી.

અભિનેત્રીના જણાવ્યા અનુસાર, વિમાન છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ટર્મિનલ પર પર લેન્ડ કર્યું તે બેગ કાઢવા માટે ઓવરહેડ સ્ટોરેજ ખોલવા માટે ઉભી થઈ, આ દરમિયાન તેને લાગ્યું કે કોઈએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો છે, જેના પર અભિનેત્રીએ જોરદાર પ્રતિક્રિયા આપીને કેબિન ક્રૂ સાથે પણ ફરિયાદ નોંધાઈ હતી.

કેબિન ક્રૂએ અભિનેત્રીને મેઈલ દ્વારા ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતું. ત્યાર બાદ અભિનેત્રીએ વર્સોવા થાણામાં જઈને આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરવા પ્રયત્ન કર્યો હતો જ્યાંથી તેને એરપોર્ટ સ્ટેશન જવા કહેવામાં આવ્યું હતું. અભિનેત્રીની નારાજગી જોઈને આરોપીએ તેમની માફી પણ માગી હતી અને કેબિન ક્રૂ દ્વારા આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે.

પ્લેનના ક્રૂએ અભિનેત્રીએ મેઈલ દ્વારા નોંધાવેલી ફરિયાદની કોપી સહર એરપોર્ટ પોલીસ સ્ટેશન મોકલી દીધી હતી અને તપાસ દરમિયાન પોલીસે નીતિન નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ સોમવારે આરોપીની ધરપકડ કરીને તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને 3 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

 14 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી