September 23, 2021
September 23, 2021

‘ભૂતે’ લાલુ પુત્રને ડરાવ્યો! મહાદેવનું નામ લીધુ તો ભાગી ગયું

તેજપ્રતાપે કહ્યું – મને ભૂતોથી ડર નથી લાગતો, મારૂ ભાષણ સાંભળવા આવ્યું હતું

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને સપનામાં ભૂત દેખાય છે. તેજપ્રતાપે દાવો કર્યો છે કે ભૂત તેમનું ભાષણ સાંભળવા આવે છે. તેજ પ્રતાપે સોમવારે ફેસબુક પેજ પર લાઇવ દરમિયાન આ વાત કરી હતી.

તેજપ્રતાપે કહ્યું, ખજૂરના ઝાડ પર ભૂત બેઠુ હતું. મને પકડવા આવતું હતું. મહાદેવનું નામ લીધું તો ભૂત ડરી ગયું. વધુમાં લાલુ પુત્રએ કહ્યું મને ભૂતોથી ડર નથી લાગતો. મેં ભૂતને પૂછ્યું કે, કેમ મને ડરાવવા આવ્યો છે? તો ભૂતે કહ્યું, તે મારુ ભાષણ સાંભળવા આવ્યો છે.

તેજ પ્રતાપે કહ્યું, મેં સપનામાં જોયું કે, હસનપુરમાં સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. હું દેહાત ગામમાં હતો અને ત્યાં ભાષણ આપી રહ્યો હતો. ભાષણ આપીને એમ્બેસેડર ગાડીમાં આવીને બેઠો તો ત્યાં બાજુમાં એક નદી હતી અને મોટું ખજૂરનું ઝાડ હતું.

 52 ,  1