રાજકોટમાં કરોડોનું સોનું લૂંટનાર તેજસ ઉર્ફે ‘બોબી’ ઝડપાયો

જુગારમાં હાર્યો, દેવું ચડતા 5 કરોડનું સોનું લઈને ભાગ્યો હતો

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં મેન્યુફેક્ચરર તેજસ ઉર્ફે બોબી વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં ગણતરીની જ કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ એમ ઝાલા અને તેની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દિવાળી પૂર્વે જ રાજકોટની સોની બજારના વેપારીઓ સાથે છેતરપિંડી થયા હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સોની બજારનો મેન્યુફેક્ચર તેજસ ઉર્ફે બોબી રાણપરા વેપારીઓનું 10 કિલો સોનુ લઇ નાસી છૂટ્યો હોવાનું વેપારીઓએ પોલીસને જણાવ્યું હતું. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપીને દેવું થઇ જતાં ગુનો આચાર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના આઠથી વધુ સોની વેપારીઓ માટે દિવાળી ટાણે જ હોળીનો ઘાટ સર્જાયો હોય તે પ્રમાણે તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી ની ઘટના બની છે. કેવડાવાડી માં રહેતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા એવા તેજસ ઉર્ફે બોબી રાણપરાએ જુદા જુદા વેપારીઓનું 10 કિલો જેટલું સોનું ઓળવી લીધું છે. જેની બજારકિંમત હાલ 4.70 કરોડ જેટલી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી છે કે, તેને નાણાંની જરૂરિયાત હોવાથી તેણે ઉછીના રૂપિયા લીધા હતા. બાદમાં નાણાં તથા વ્યાજ ચૂકવવા માટે તેને સોનું પણ ઉપયોગમાં લઇ લીધું હતું. ત્યારે તેને કોની પાસેથી કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા. અત્યાર સુધીમાં કેટલું વ્યાજ તેને ચૂકવી દીધું છે તે તમામ બાબતો અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ વર્ષ 2013-2014માં અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં બે કિલો સોનાની છેતરપિંડીનો ગુનો પણ દાખલ થઈ ચૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાગીના ઉત્પાદક દ્વારા સંખ્યાબંધ વેપારીઓ સાથે નિયમિત વ્યાપાર કરવામાં આવતો હતો. જેથી છેતરપિંડી નો આંક હજુ પણ વધી શકે તેમ છે. હજુ માત્ર આઠ જેટલાં જ સોની વેપારીઓએ પોલીસનો સંપર્ક સાધ્યો છે. સૂત્રોનું માનીએ તો છેતરપિંડીનો ભોગ બનેલા સોની વેપારીઓનો આંક 30ને પાર પહોંચે તેવું જણાઈ રહ્યું છે. ત્યારે જેમ સોની વેપારીઓ નો આંક દિન-પ્રતિદિન વધતો જશે તેમ તેમ છેતરપીંડીનો આંક પણ કરોડોમાં વધતો રહેશે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી