Exit Poll : બિહાર મેં અબ કી બાર તેજસ્વી સરકાર…! એક્ઝિટ પોલમાં મહાગઠબંધન આગળ

મહાગઠબંધન બિહારમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે, NDAની હાર !!!

બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કામાં 15 જિલ્લાની 78 સીટો પર મતદાન યોજાયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજીત 54 ટકાની આસપાસ વોટિંગ થયું છે. મતદાનની પ્રક્રિયા પુરી થતાની સાથે જ એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલ મુજબ, મહાગઠબંધન બિહારમાં સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.

ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ મતે જેડીયૂ+ 34 ટકા, આરજેડી+ 44 ટકા અને અન્ય 22 ટકા વોટ મળશે. ટુડેઝ ચાણક્યના દાવા પ્રમાણે RJD+ ના ખાતામાં 180 સીટો બતાવી છે. JDUના સૂપડા સાફ થયા છે.

એબીપી-સી વોટરના એક્ઝિટ પોલમાં એનડીએને 104-128 સીટ મળી રહી છે અને મહાગઠબંધનને 108-131 પર જીતનો અંદાજ છે. આ ઉપરાંત ચિરાગ પાસવાની એલજીપીને માત્ર 1-3 સીટ પર જીત મળી રહી હોવાનું લાગી રહ્યું છે. એક્ઝિટ પોલ મુજબ નીતીશ કુમારને 37.7 ટકા વોટ મળ્યા છે, જ્યારે લાલુની પાર્ટીને 36 ટકા જેટલા વોટ મળ્યા છે.

  • ટાઇમ્સ નાઉ-સી વોટર પોલના મતે NDAને 116, મહાગઠબંધનને 120, LJPને 1 અને અન્યને 6 સીટો મળી શકે છે.
  • રિપબ્લિક ભારત-જનની બાતના સર્વેમાં એનડીએને 91થી 117, મહાગઠબંધનને 118-138, એલપીજીને 5થી 8 અને અન્યને 3-6
  • TV9 BHARATVARSH પોલના મતે NDAને 110-120, મહાગઠબંધનને 115-125, LJPને 3-5 અને અન્યને 10-15 સીટો મળી શકે છે.

બિહાર ચૂંટણીમાં સામે આવેલા એક્ઝિટ પોલ દ્વારા તમે અનુમાન લગાવી શકો છો કે આ વખતે બિહારની જનતા કોના પર વિશ્વાસ કરી રહી છે. તે સ્પષ્ટ કરી દઈએ કે એક્ઝિટ પોલ સંપૂર્ણ રીતે ચોક્કસ હોય તેવું નથી. ઘણીવાર એક્ઝિટ પોલ સાચા પણ હોય છે તો ઘણીવાર ખોટા સાબિત થાય છે. 

બિહારની 243 વિધાનસભા સીટો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું. 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. 3 નવેમ્બરે બીજા અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કાનું મતદાન થયું છે. 10 નવેમ્બરે સવારે 8 કલાકથી મતગણના શરૂ થશે અને પરિણામ સામે આવશે. તેનાથી સ્પષ્ટ થશે કે આખરે બિહારમાં આગામી સરકાર કોની બનવાની છે. 

આમ બિહારમાં તેજસ્વી યાદવ ઈતિહાસ રચતા હોવાનું એક્ઝિટ પોલમાં દેખાડવામાં આવ્યું છે. જોકે સાચા પરિણામો તો 10મી એ સામે આવશે.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર