હાર બાદ બોલ્યા તેજસ્વી યાદવ – અમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા..

‘જનતાએ અમારા રોજગારના મુદ્દાનો સ્વીકાર કર્યો, અમે હાર્યા નથી…’

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ તેજસ્વી યાદવને મહાગઠબંધ વિધાયક દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતાં. આ સાથે જ તેજસ્વી યાદવે ચૂંટણીપંચ પર જ ગંભીર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે, અમે હાર્યા નથી પણ અમને હરાવવામાં આવ્યા છે.

આરજેડી નેતાએ કહ્યુ કે, જનાદેશ મહાગઠબંધન સાથે હતો પરંતુ ચૂંટણી પંચનું પરિણામ એનડીએના પક્ષમાં હતું. આ પ્રથમવાર થયું નથી. 2015મા જ્યારે મહાગઠબંધન બન્યુ હતુ, ત્યારે મત અમારા પક્ષમાં હતા, પરંતુ ભાજપે સત્તા હાંસલ કરવા બેક ડોર એન્ટ્રી કરી હતી. 

તેજસ્વી યાદવે કહ્યુ કે, ચૂંટણી પંચની જવાબદારી છે કે તે બધા ઉમેદવારોની શંકા દૂર કરે. રીકાઉન્ટિંગ ખુબ જરૂરી છે. સાથે રેકોર્ડિંગ દેખાડવું જોઈએ. તેમણે કહ્યું કે, 2015મા પણ નીતીશ કુમારે જનાદેશનું અપમાન કર્યુ હતું. નીતીશ કુમારને ખુરશી સાથે પ્રેમ છે અને આ લોકો છળ કપટથી ખુરશી હાસિલ કરે છે. જનતાએ અમારા રોજગારના મુદ્દાનો સ્વીકાર કર્યો. જનતાના નિર્ણયનું અમે સન્માન કરીએ છીએ. અમે હાર્યા નથી જીત્યા છીએ અને ધન્યવાદ યાત્રા કાઢીશું. હું બિહારના લોકોનો આભાર માનુ છું. 

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર