September 23, 2021
September 23, 2021

RJDએ રજૂ કર્યું ચૂંટણી ઢંઢેરો, અનામતને લઇ કરી મોટી જાહેરાત

દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ જનતાને પોતાના વાયદાઓ કરી રહી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક વાયદાઓ કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી RJDએ બિહારમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.

RJD નેતા તેજસ્વી યાદવે પોતાની પાર્ટીનું સંકલ્પ પત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે, પછાત લોકો, દલિતોને વસ્તી પ્રમાણે અનામત આપવામાં આવશે. પ્રમૉશનમાં અનામત માટે પગલાં ભરવામાં આવશે. 200 પૉઇન્ટ રૉસ્ટરને બંધારણીય દરજ્જો અપાવવામાં આવશે.

વધુમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે, અમારા પ્રયાસો રહેશે કે દરેક થાળીમાં રોટલી અને હાથમાં પેન હોય. સાથે જ તેજસ્વી યાદવે કહ્યું કે, અમે કોંગ્રેસની ન્યાય યોજના સાથે પૂરી રીતે સહમત છીએ અને અમે તેનું સમર્થન કરીએ છીએ. દરેક ઘરમાં વિકાસ પહોંચાજવુ અમારું લક્ષ્યાંક છે.

 57 ,  3