September 18, 2020
September 18, 2020

તેલંગાણા : શ્રીશૈલમ પાવર સ્ટેશનમાં લાગી ભીષણ આગ, 10 લોકોનો આબાદ બચાવ : રેસ્ક્યુ ઓપરેશન જારી

9 કર્મચારીઓ અંદર ફસાયેલા હોવાની આશંકા, બચાવ કામગીરી ચાલુ

તેલંગાણાના નાગારકુર્નુલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલમાં આવેલા ટીએસ ગેન્કોના હાઇડલ પાવર હાઉસમાં ભીષણ આગ લાગી છે. આગ લાગી ત્યારે અંદર કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. એમાંના 10 કર્મચારી સુરંગ દ્વારા સુરક્ષીત રીતે બહાર આવી ગયા હતા. બાકીના 9 કર્મચારીને બચાવવાના પ્રયાસો ચાલુ હતા.

ગુરૂવારે મોડી રાત્રે ચોમેર ધૂમાડાના ગોટેગોટા દેખાતાં આગ લાગી હોવાની જાણકારી મળી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શંકા સેવાતી હતી. આગમાં ફસાયેલા લોકોમાં છ કર્મચારી ટીએસ ગેન્કો કંપનીના હતા અને બીજા ત્રણ પ્રાઇવેટ કંપનના હતા. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો તરત કામે લાગ્યા હતા.

અંદર ફસાયેલા ડેપ્યુટી એંજિનયર અને સહાયક એંજિનિયર્સને ઊગારી લેવાના પ્રયાસો ચાલુ હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓના કહેવા મુગબ ગાઢ ધૂમાડાના કારણે રાહત કાર્યમાં તકલીફ પડી રહી હતી.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર