તેલંગાના: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા જયપાલ રેડ્ડીનું નિધન

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીનું નિધન થયું છે. શનિવારે રાતે તેમની તબિયત બગડ્યા બાદ હૈદરાબાદના એઆઈજી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યાં હતાં.

હોસ્પિટલમાં તેમની હાલાત વધુ ખરાબ થયા બાદ તેમણે મોડી રાતે 2:30 કલાકે છેલ્લા શ્વાસ લીધા. કહેવાય છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતાં. તેમની ઉંમર 77 વર્ષની હતી.

હાલમાં તેઓ કલવકુર્તીના ધારાસભ્ય હતા. તેઓએ ઇમરજન્સી દરમિયાન કોંગ્રેસ પાટીને છોડીને જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. બાદમાં તેઓએ કોંગ્રેસ હાઇકમાન્‍ડમાં સામેલ થયા હતા.

જયપાલ રેડ્ડીએ વર્ષ 1985થી 1988 સુધી જનતા પાર્ટીના મહાસચિવ તરીકે કાર્ય કર્યુ. વર્ષ 1984માં મહબૂબનગરના સાંસદ તરીકે જીત નોંધાવી. વર્ષ 1999 અને 2004માં તેઓએ મિર્યાલગુડા લોકસભા સીટ પણ જીતી હતી.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી