ટેલીકોમ કંપની Bharti Airtelએ યુઝર્સને આપ્યો ઝટકો…

પ્રીપેડ ટેરીફ પ્લાનમાં 25%નો વધારો, આજે જ ફટાફટ રીચાર્જ કરાવી લો નહીંતર…

શું તમે એરટેલનો વપરાશ કરો છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. જેમાં ટેલિકોમ સેવા કંપની ભારતી એરટેલે Bharti Airtel ટેરીફ પ્લાનમાં મસ મોટો વધારો કર્યો છે જે નવા દર નવેમ્બર 26થી લાગું થશે, કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે તેમણે 26 નવેમ્બર 2021થી તેના પ્રીપેડ ટેરિફમાં 20-25 ટકાનો વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે.

આ સાથે, 28 દિવસની માન્યતા અવધિ સાથે 75 રૂપિયાના વર્તમાન ટેરિફને વધારીને 99 રૂપિયા કરવામાં આવશે. જ્યારે 149 રૂપિયાની વર્તમાન ટેરિફ 28 દિવસની વેલિડિટી સાથે વધારીને 179 રૂપિયા કરવામાં આવશે. એરટેલના વપરાશકર્તાઓએ વધુ રૂપિયા ખર્ચવા પડશે.

બીજી તરફ કંપનીએ જે અન્ય પ્લાનમાં વધારો કર્યો છે તેમાં, 28 દિવસની વેલિડિટી સાથે રૂ. 219નો વર્તમાન ટેરિફ પ્લાન વધારીને રૂ. 265નો કરવામાં આવ્યો છે, જ્યારે 28 દિવસની વેલિડિટી સાથે રૂ. 249નો પ્લાન વધારીને રૂ. 299 કરવામાં આવ્યો છે. વર્તમાન ટેરિફ રૂ. 298 જે 28 દિવસની વેલિડિટીનો છે તેના માટે હવે 359 રૂપિયા ચૂકવવા પડશે.

તમામ દરમાં ઓછામાં ઓછા 40, 50 અને 60 રૂપિયાનો એક સાથે વધારો કરવામાં આવ્યો છે, જે સામાન્ય માણસના ખિસ્સા પર બોજો વધારશે. બીજી તરફ ભારતી એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે કંપનીએ નજીકના ગાળામાં વપરાશકર્તા દીઠ તેઓ સરેરાશ આવક (ARPU) વધારીને રૂ. 200 અને લાંબા ગાળે રૂ. 300 વધારવાની જરૂરીયાત છે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયો અને વોડાફોને હજુ ભાવ વધારાની જાહેરાત કરી નથી. જો કે, એવું માનવામાં આવે છે કે આ કંપનીઓ ટૂંક સમયમાં તેમના પ્રીપેડ પ્લાનની કિંમત પણ વધારી શકે છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી