વોડા-આઇડિયા, એરટેલને 3 હજાર કરોડનો દંડ ચૂકવવા ટેલિકોમ વિભાગનો નિર્દેશ

વોડાફોન-આઈડિયાને રૂ. 2 હજાર કરોડ ચૂકવવા પડશે

ટેલિકોમ વિભાગે વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલને રિલાયન્સ જિયો ઈન્ફોકોમના નેટવર્કને નકારીને કથિત રીતે લાયસન્સની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ તરીકે રૂ. 3,050 કરોડની રકમ ત્રણ સપ્તાહમાં જમા કરવા નિર્દેશ કર્યો છે. નોંધનિય છે કે, ટેલિકોમ ઉદ્યોગ માટે રાહત પેકેજની જાહેરાત કર્યાના બે અઠવાડિયા પછી સરકારે આ આદેશ કર્યો છે એવુ એક મીડિયા અહેવાલમાં જણાવાયુ છે.

મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2016માં પોઇન્ટ ઓફ ઇન્ટરકનેક્શનના નિયમોના ભંગ બદલ એરટેલે રૂ. 1,050 કરોડ અને વોડાફોન આઈડિયા એ રૂ. 2,000 કરોડ ચૂકવવા પડશે. ટ્રાઈ એ વર્ષ 2016માં દંડ કરવાની ભલામણ કરી હતી, ટેલિકોમ વિભાગે જૂન 2019માં તેની ભલામણો સ્વીકારી હતી પરંતુ હજુ સુધી નોટિસ બજાવી નથી. વોડાફોન અને આઈડિયા ઓગસ્ટ 2018માં મર્જર થયુ.

કેન્દ્રીય મંત્રીમંડળ 15 સપ્ટેમ્બરના રોજ સરકારને કારણે એજીઆર, સ્પેક્ટ્રમ લાઇસન્સ ફી સહિત સરકારના તમામ બાકી લેણાં પર ચાર વર્ષનું મોરેટોરિયમ આપતા નાણાંકીય તંગીનો સામનો કરી રહેલા ટેલિકોમ સેક્ટરને મોટી રાહત આપી છે. આ રાહત પગલાંથી દેવાગ્રસ્ત વોડાફોન આઈડિયાને નવજીવન મળ્યુ છે, તેણે અગાઉ કહ્યું હતું કે, ટેલિકોમ કંપની સરકારી મદદ વગર બંધ થવાનું જોખમ છે અને બાકી ચૂકવણી માટે વધુ સમય જોઇએ છે.

વોડાફોન આઇડિયા કંપનીએ નાણાંકીય વર્ષ 2021-22 ના પ્રથમ ક્વાર્ટરમાં વ્યાજ ચુકવણી પાછળ લગભગ 5,200 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જે તેના ચોખ્ખા વેચાણના 57 ટકા બરાબર છે. નાણાકીય વર્ષ 2021માં, વ્યાજની ચૂકવણી પાછળ કંપનીનો ખર્ચ લગભગ 18,000 કરોડ રૂપિયા હતો જે તેના ચોખ્ખા વેચાણની લગભગ 43 ટકા રકમ છે.

એરટેલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “નવા ઓપરેટરને પોઇન્ટ ઓફ ઇન્ટરકનેક્ટની જોગવાઇઓ સંબંધિત 2016ની ટ્રાઇ ભલામણોના આધારે મનમાની અને અન્યાયી માંગણીથી અમે અત્યંત નિરાશ છીએ.”

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી