વડોદરામાં રોંગ સાઇડમાં ટેમ્પોએ બાઇક સવાર ASIને ટક્કર મારતા મોત

સમા પોલીસના ASIનું ટેમ્પોની ટક્કરે અકસ્માતમાં મોત

વડોદરા શહેરના સમા પોલીસ મથકના ASIનું રણોલી બ્રિજ પાસે અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પોલીસ જવાન પોતાની બાઇક લઇને ડ્યુટી બજાવવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન રણોલી બ્રિજ પાસે રોંગ સાઇડ આવી રહેલા ટેમ્પોએ તેઓને અડફેટે લેતા સ્થળ પર તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

સમા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI રાજુભાઈ રણોલી ગામમાં રહેતા હતા આજે તેઓ ઘરેથી સમા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર થવા જતા હતા ત્યારે રણોલી હાઈવે બ્રિજ નીચે તાપી હોટેલથી આગળ રોંગ સાઈડ પર આવી રહેલ ટેમ્પો એ બાઈક પર જઈ રહેલા રાજુભાઈને અડફેટે લીધા હતા

રાજુભાઈને અડફેટે લીધા બાદ ટેમ્પોચાલક ટેમ્પો લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલાં તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું

અકસ્માતની જાણ થતાં જવાહરનગર, નંદેસરી તથા સમા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી રાજુભાઇના અચાનક અકસ્માતને કારણે સમગ્ર પોલીસમાં શોકનુ મોજુ ફેરવાઈ ગયું છે.

 107 ,  1