રાજસ્થાનના બાડમેર જિલ્લામાં અચાનક વાવાઝોડું આવવાથી રામ કથા સાંભળી રહેલા લોકો પર લોખંડના પાઈપ સાથેનો મંડપ પડ્યો હતો. આ પાઈપોમાં વીજ કરંટ વહી રહ્યો હોવાથી 14ના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે 70થી વધુને ઈજા થઈ હતી.
ઘટના સમય ચાલી રહેલી રામકથાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કથાવાચક મુરલીધરજી મહારાજ જસોલા ગામમાં પ્રવચન કાર્યક્રમ દરમિયાન લોકોને રામકથા સંભળાવી રહ્યા હતા. તેમણે ઘટનાની સેકન્ડો પહેલા મંડમાં હાજર લોકોને મંડપ પડી રહ્યો હોવાનાં કારણે બહાર નિકળી જવા માટેની અપીલ કરી હતી.
આ ઘટના પર મૃત્યુ પામેલા લોકો પર PM મોદી અને અશોક ગેહલોતે દુખ વ્યક્ત કર્યું હતું.
26 , 1