મઘ્યપ્રદેશના ભિંડમાં ભીષણ અકસ્માત

બસ અને ડમ્પરની ટક્કર, 7 લોકોના કરૂણ મોત

મધ્યપ્રદેશના ભિંડમાં એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. બસ અને ડમ્પર વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે.

અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા પહેલા કેટલાક લોકો મૃત્યુ પામ્યા હતા, બાદમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.

બસમાં સવાર 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં 5 પુરુષો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. શુક્રવારે સવારે ગોહાડ ચૌરાહા પોલીસ સ્ટેશન વિસ્તારના ડાંગ વિરખાડી ગામની સામે થયો હતો. આ ડમ્પર ભીંડથી આવી રહ્યું હતું, અહીં એક બસ ગ્વાલિયર તરફથી આવી રહી હતી. દુર્ઘટનાગ્રસ્ત બસ ગ્વાલિયરથી બરેલી જઈ રહી હતી.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી