નીકળ્યા હતા પરીક્ષા આપવા, કાળ ભરખી ગયો…

જયપુર હાઇવે પર છ પરીક્ષાર્થીઓના અકસ્માતમાં મોત

રાજસ્થાનના જયપુરમાં પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ સાથે એક મોટી દુર્ઘટના ઘટી હતી. રાજસ્થાનના જયપુરમાં એક એકો વાન એક ટ્રૉલી સાથે ટકરાઇ હતી. પાછળથી આવી રહેલી ઇકો વાન માં વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વિદ્યાર્થીઑ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં છ યુવાનોનું મોત થયું હતું.  મોટે ભાગે વિદ્યાર્થીઓ જ બેઠા હતા જે રીટ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓની ઇકો વાહને નિયંત્રણ ગુમાવતાં પાછળથી ટક્કર લાગી ગઈ હતી. ભીષણ અકસ્માતમાં છ ના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.

કેટલાક લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી માટે બાકીના લોકોને સવાઇ ગાંધી અને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી