September 25, 2020
September 25, 2020

ધંધુકા હાઇવે પર ઝેરી ક્લોરાઇન ગેસ ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ..!

ટ્રકમાં બ્લાસ્ટ થતાં હાઇવે પર નાસભાગ, બ્લાસ્ટને કારણે પ્રચંડ જ્વાળાઓ પણ ઉઠી 

ધંધુકા હાઇવે પર ફેદરાના હરિપુરા પાટિયા પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગેસ વેલ્ડીંગના બાટલા લઈને જતી ટ્રકમાં બ્લાસ્ટ થતાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. તો બીજી તરફ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

ધંધુકાના ફેદરા-તારાપુર હાઇવે પર ગાંધીધામથી ઝેરી ક્લોરાઇન ભરેલો એક ટ્રક વડોદરા તરફ પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અકારણોસર આ ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી.

આગની જાણ થતા જ ધંધુકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ હાઇવે પર દોડી આવી હતી. તેમણે સમયસર આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આસપાસના વાહનોને મોટાપાયે નુકશાનની પણ ભીતિ આ સેવાઇ રહી છે.

ટ્રકમાં બ્લાસ્ટ સમયે તેની પાસેથી પસાર થતી કારમાં સવાર ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે ધંધૂકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બ્લાસ્ટને કારણે પ્રચંડ જ્વાળાઓ પણ ઉઠી હતી. જેને પણ આ નજારો જોયો હતો તે ચોંકી ઉઠ્યા હતા. અને હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. 

જોકે, સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ના થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

 148 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર