પશ્ચિમ બંગાળના નાદિયામાં ભીષણ રોડ અકસ્માત

સ્મશાને જઈ રહેલા 18 લોકોને કાળ ભરખી ગયો

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં શનિવારે રાત્રે કાર અને ટ્રક વચ્ચે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં 18 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય પાંચ લોકોને ઈજા પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના ત્યારે બની હતી જ્યારે ઉત્તર 24 પરગણાના બગદાથી 20 થી વધુ લોકો મૃતદેહો લઈને નવદ્વીપ સ્મશાન તરફ જઈ રહ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફુલબારીમાં મૃતદેહ રોડ કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા અને અન્ય લોકો ઘાયલ થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસ અને વાહનની વધુ ઝડપને કારણે આ અકસ્માત થયો હતો. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર અકસ્માતના મામલે પોલીસ તપાસ ચાલુ છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી