જમ્મુ કાશ્મીરમાં RSSના નેતા પર આતંકી હુમલો, ગાર્ડનું મોત

જમ્મુ કાશ્મીરમાં RSSના નેતા ચંદ્રકાન્ત પર આતંકી હુમલો થયો છે. હુમલામાં એક ગાર્ડનું મોત થયું છે. તો બીજી તરફ ઘટનાને અંજામ આપી આતંકીઓ ફરાર થઇ ગયા હતા. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મળતી વિગત મુજબ, ચંદ્રકાન્ત કિશ્તવાજાના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા તે દરમિયાન આતંકીઓ તેમના પર ફાયરિંગ શરૃ કરી દીધુ હતું. તો બીજી તરફ ચંદ્રકાન્તના ગાર્ડે જવાબી ફાયરિંગ કરતા આતંકીઓનો સામનો કર્યો હતો. જો કે ગાર્ડને ગોળી વાગતા તેનું ઘટાનસ્થળે મોત થયું હતું.

ગોળીઓનો અવાજ સાંભળી સમગ્ર હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાનની જાણ થતાં જ સુરક્ષા દળો સ્થળ પર પહોંચી હોસ્પિટલની ઘેરાબંધી કરી હતી. સાથે જ તપાસ અભિયાન પણ હાથ ધર્યું હતું.

 22 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર