અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, નિર્ણયનગરમાં 40 વાહનોના તોડ્યા કાચ

કોની રહેમ નજર હેઠળ લુખ્ખાઓ બન્યા બેફામ..?

શહેરના નિર્ણયનગર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા 40થી વધુ ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા. તેમજ વિસ્તારની નજીક આવેલા ATMને પણ નુકસાન પોહચડવામાં આવ્યું હતું. રસ્તામાં આવેલી તમામ ગાડીઓ અને રિક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા.

વિગત મુજબ, 20થી વધુ બદમાશો બાઈકો સાથે આવ્યા હતા. જેમના હાથમાં લાકડી, હોકી અને તલવાર સાથે જોવા મળ્યા હતા તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું. સવાલ એ ઉભા થઇ રહ્યા છે શું આ લુખ્ખાઓ દ્વારા વિસ્તારમાં પોતાની ધાક જમાવાનો પ્રયત્નો ? શુ લુખ્ખાઓ પર પોલીસની રહેમ નજર કે આશીર્વાદનો હાથ ?

વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લોકોને માર પણ મારવામાં આવ્યો હતો. અને પીડિતોને સારવાર અર્થે સિવિલ મોકલવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે કેટલી ઝડપી ગતિએ આ તપાસ કરવામાં આવશે અને આ તોફાનીઓએ સબક શીખવાડી પોલીસ પોતાને સાચી સાબિત કરે છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ યોજનામાં રવિવારે મોડી સાંજે પાર્ક કરાયેલી ગાડીઓ અને બાઇકોમાં તોડફોડ કરવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે 40 જેટલા વાહનોના કાચ તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અસામાજિક તત્વોએ નંદનવન આવાસ યોજનાની અંદર જ નહીં, બહાર રોડ પર પાર્ક થયેલી કેટલીક ગાડીઓ અને રિક્ષાના કાચ પણ તોડી નાંખ્યા હતા. જેના કારણે સ્થાનિકો પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે અને વિસ્તારમાં ડરનો માહોલ બનેલો છે.

આ ઘટનામાં સ્થાનિકોના દાવા મુજબ 20 જેટલા બાઈકસવારો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ છે. જાણવા મળી રહ્યું છે કે, નિર્ણયનગર વિસ્તારમાં આવેલા નંદનવન આવાસ સોસાયટીમાં મોડી રાત્રે 10.30 કલાકે 20 જેટલા બાઈકસવારો હાથમાં બેટ, લાકડી, હોકી અને તલવાર સાથે તોડફોડ કરવામાં આવી હતી. 

 64 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી