કેન્સર જેવો છે આતંકવાદ, ભારત અને અફઘાનિસ્તાન છે સૌથી મોટા શિકાર

અફધાનિસ્તાનના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર હમદુલ્લા મોહિબના જણાવ્યા અનુસાર આતંકવાદ કેન્સર જેવો છે. હમદુલ્લા મોહિબના જણાવ્યા અનુસાર ભારત અને અફગાનિસ્તાન તંકવાદથી આહત છે.

અને બંને દેશોને ખાસ્સુ નુકશાન થયું છે. તેમણે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે ભાઇચારા અને ઐતિહાસિક સંબંધો વિષે વાત કરે છે. પરંતુ આતંકવાદ સાથે નિપટવામાં કોઇ પણ પ્રકારનો સહયોગ દેખાતો નથી. અફધાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારએ જણાવ્યુ કે, ભારત અને અફઘાનિસ્તાન આતંકવાદથી સરખી રીતે હેરાન થયા છે.

અફધાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હમદુલ્લા મોહિબેએશિયા સોસાયટીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા જણાવ્યુ કે, આતંકવાદ કેન્સર જેવો છે. આતંકવાદથી આ ક્ષેત્રની શાંતિમાં ખલેલ પડે તેમ છે.

મોહિબે જણાવ્યુ કે ભારત અને અફઘાનિસ્તાન આતંકવાદના સૌથી મોટા શિકાર છે. તેણે જણાવ્યુ કે, આ છમકલાઓથી બંનેદેશોને ખાસ્સુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. પરંતુ આ ફક્ત ભારત અને અફઘાનિસ્તાન માટે જોખમ નથી આતંકવાદ કેન્સર જેવું છે.

આજે આ અમારી સમસ્યા છે. પરંતુ આ જલ્દીજ કોઇ બીજા દેશની સમસ્યા બનશે. તેમણે અફઘાનીસ્તાન- પાકિસ્તાન એક્શન પ્લાન ફોર પીસ એન્ડ સોલિડેરીટી અંગે વાત કરતા જણાવ્યુ કે, આ યોજના ફક્ત કાગળ ઉપર છે.

 61 ,  3