બ્રિક્સ દેશના નેતાઓને મોદીએ કહ્યું – આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો

G-20 શિખર સમ્મેલનમાં બ્રિક્સ(બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) દેશોના નેતાઓની મુલાકાત કરી. મોદીએ દક્ષિણ આફ્રીકાના રાષ્ટ્રપતિ બનવા અંગે સિરિલ રામાફોસાને શુભેચ્છાઓ પાઠવી. આ દરમિયાન તેમને બ્રાઝિલના રાષ્ટ્રપતિ બનવા અંગે જાયર બોલ્સોનરોને પણ શુભેચ્છાઓ પણ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે, આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. જે ના માત્ર બેગુનાહોની હત્યા કરે છે પરંતુ આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતાને પણ સંપૂર્ણ રીતે પ્રભાવિત કરે છે. આપણે આતંકવાદની મદદ કરનારા દરેક માધ્યમોને અટકાવવાની જરૂર છે. મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે ઓસાકા ગયા છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી