September 19, 2021
September 19, 2021

કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ, અમેરિકાએ અલર્ટ જાહેર કર્યું

કાબુલ એરપોર્ટ પર થઈ શકે છે આતંકી હુમલો

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાના ખતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દેશોએ પોતાના નાગરિકોને એરપોર્ટ વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા જણાવ્યું છે. અમેરિકાએ પોતાના નાગરિકોને અબેગેટ, પૂર્વીગેટ અને ઉત્તરી ગેટ પરથી ખસી જવા કહ્યું છે. સાથો સાથ બ્રિટન સહિતના દેશોએ પણ પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરી છે.

અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે તે લોકો સુરક્ષિત સ્થળો પર જ રહે અને કાબુલ એરપોર્ટ પર ન જાય. કારણ કે એરપોર્ટ પર આતંકી હુમલાની આશંકા વધી ગઈ છે. અમેરિકા ઉપરાંત બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. 

અમેરિકાએ અલર્ટ જાહેર કરતા કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર જોખમના કારણે અમેરિકી નાગરિકોએ એરપોર્ટ પર જતા બચવું જોઈએ. જ્યાં સુધી કોઇ નિર્દેશ ન મળે ત્યાં સુધી લોકોએ એરપોર્ટના ગેટ ઉપર જતા પણ બચવું જોઈએ. જે નાગરિકો એરપોર્ટના એબી ગેટ, ઈસ્ટ ગેટ કે નોર્થ ગેટ પર છે તેઓ તરત ત્યાંથી નીકળી જાય. 

અફઘાન મુદ્દે  PM મોદીએ બોલાવેલી તમામ પક્ષોની બેઠક

 56 ,  1