જમ્મુ કાશ્મીરના સોપોરમાં બીડીસી મિટિંગ દરમ્યાન આતંકી હુમલો, એક PSO સહિત 2ના મોત

આતંકીઓએ કાઉન્સિલરો પર અંધાધુન ફાયરિંગ કર્યું હતું

જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલો થયો છે. અહીં ડાક બંગલામાં મળેલી બેઠક દરમિયાન આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક એસપીઓ શહીદ થયા હતો અને એક કાઉન્સિલર માર્યા ગયા છે. તેમજ એક કાઉન્સિલર ઘાયલ થયા છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સોપોરના ડાક બંગલામાં બીડીસીની બેઠક ચાલી રહી હતી. ત્યારે અચાનક ત્યાં એક આતંકી હુમલો થયો. આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં અને કેટલાંક લોકો ઘાયલ થયા હતા.

જાણવા મળી રહ્યું છે કે કાશ્મીરના સોપોર વિસ્તારમાં આવેલ લોન બિલ્ડીંગમાં આજે કાઉન્સિલરની બેઠક ચાલી રહી હતી. આ દરમ્યાન તે સ્થળે અચાનક આતંકીઓએ હુમલો કરી દીધો. આ હુમલામાં 2 બીડીએસ સભ્યો સહીત પાંચ પીએસઓ ઘાયલ થયા હતા. હુમલામાં આતંકીઓએ કાઉન્સિલરો પર અંધાધુન ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગ કરીને આતંકીઓ ફરાર થઇ ગયા હતા.જોકે, ઘટના દરમ્યાન સ્થળ પર હાજર એક પોલીસના એક પીએસઓએ આતંકીઓને જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં, આતંકીઓના ફાયરિંગમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘટના બાદ પોલીસ અને સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ દરમ્યાન ત્યાંથી પસાર થનાર દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.તેની સાથે જ આ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા બલોની તૈનાતી વધારી દેવામાં આવી છે. આતંકવાદીઓના આ હુમલામાં એક કાઉન્સિલર રિયાઝ અહમદ અને પોલીસના પીએસઓ મુશ્તાક અહમદ શહીદ થઇ ગયા છે

 13 ,  1