શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકી હુમલો

શાળાના આચાર્ય-શિક્ષકાની ગોળી મારીને હત્યા

જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત કાયરતાપૂર્ણ કૃત્ય આચર્યું છે. ઘાટીમાં કાશ્મીરી પંડિતની હત્યા બાદ શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં અંધાધૂધ ફાયરિંગ કરી શાળાના આચાર્ય અને શિક્ષકાને સરેઆમ મોતને ઘાટ ઉતારી ફરાર થઇ જતાં વિસ્તારમાં ફફરાટ ફેલાઇ ગયો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે શ્રીનગરની સંગમ સ્કૂલના આચાર્ય અને શિક્ષકાને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. જો કે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલ બંન્નેએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.

હાલ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકીઓને ખાત્મો કરવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી