પાકિસ્તાનમાં આંતકવાદી હુમલો, 8 લોકોના મોત

ચીની એન્જિનિયર્સ અને પાક સૈનિકોને લઈ જતી બસમાં બ્લાસ્ટ

પાકિસ્તાનના કોહિસ્તાનમાં એક બસમાં બોમ્બ બાલસ્ટ થવાની મોટી ઘટના સામે આવી છે. આ બોમ્બ બાલસ્ટમાં 8 લોકોના મોત નિપજ્યા છે અને જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે બસ દ્સુ બંધ નજીક કામ કરતા ચીની એન્જીનીયરો ને લઈને જઈ રહી હતી. બસમાં કુલ ૩૦ એન્જીનીયર સવાર હતા અને પાકિસ્તાની સૈનિકો બસની સુરક્ષા માટે તૈનાત હતા. અચાનક હુમલો થવાથી આઠ લોકોના મૃત્યુ થયાં છે તો અનેક લોકો હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

 18 ,  1