મણીપુરમાં સેનાની ટુકડી પર આતંકવાદી હુમલો

કર્નલ અને તેમના પરિવાર સહિત 6 જવાન શહીદ

મણિપુરમાં શનિવારે એક લશ્કરી ટૂકડી પર આતંકવાદી હુમલો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર સહિત 4 જવાનો શહીદ થયા છે તેમજ આ ઉપરાંત આ હુમલામાં અધિકારીના પરિવારના બે સભ્યોના પણ મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઘટના ચુરાચંદપુર જિલ્લાના સિંઘતમાં બની હતી.

મણિપુરમાં આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો શનિવારે સવારે 10 વાગ્યે શેખન-બેહિયઆંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 46 આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર તેમના પરિવાર અને QRT સાથે જઈ રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કમાન્ડિંગ ઓફિસરની પત્ની અને એક બાળક તથા QRTમાં તૈનાત 4 જવાનોના મોતના સમાચાર પણ છે. જો કે હાલમાં આ અંગે સેના તરફથી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી