September 23, 2021
September 23, 2021

શ્રીનગરમાં સેના પર આતંકી હુમલો, એક જવાન ઘાયલ

સેનાએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

શ્રીનગરમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. શ્રીનગરના ચાનાપોરા વિસ્તારમાં શુક્રવારે CRPF પર આતંકી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ચાનાપોરા વિસ્તારમાં તૈનાત સુરક્ષા દળો પર ગ્રેનેડ વડે હુમલો કર્યો છે. આ અકસ્માતમાં એક જવાન ઘાયલ થયો છે. હાલ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી છે. હુમલાના આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની અસર જમ્મુ -કાશ્મીર પર પણ પડી હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ શ્રીનગરના ચાનાપોરા પોલીસ સ્ટેશનની બહાર સુરક્ષા દળના બ્લોક પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક CRPF જવાન ઘાયલ થયો છે. આ સિવાય હુમલામાં એક મહિલા ઘાયલ થયાના પણ સમાચાર છે. જોકે પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ ચાનાપોરામાં CRPF BN-29 પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ ઘટનામાં એક સીઆરપીએફ જવાન અને એક નાગરિક (મહિલા) ને સામાન્ય ઈજા થઈ છે.

આ પહેલા અનંતનાગ જિલ્લાના શેરબાગમાં એક પોલીસ ચોકી પર પણ આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. બીજી બાજુ તાજેતરમાં જ પાકિસ્તાનનું એક મોટું અને નાપાક કાવતરું સામે આવ્યું છે. ગુપ્તચર અહેવાલમાંથી મળેલી માહિતી મુજબ, પાકિસ્તાન કાશ્મીરમાં લોકોને અફઘાનિસ્તાનના વીડિયો બતાવીને ઉશ્કેરવાનું કાવતરું ઘડી રહ્યું છે.

 36 ,  1