September 26, 2022
September 26, 2022

કાશ્મીર બંધઃ અમરનાથ યાત્રા અટકાવાઈ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આજે પણ ભાગલાવાદીઓએ બંધનું એલના આપ્યુ છે. જેથી સતત બીજા દિવસે ઘાટીમાં બંધની અસર જોવા મળી.હિજબુલ મુજાહિદ્દીના આતંકવાદી બુરહાન વાનીની વરસી પર ભાગલાવાદીઓએ ઘાટીમાં બંધનું એલાન આપ્યુ છે. જેથી ઘાટીમાં આતંકવાદી હુમલાનું એલર્ટ પણ છે. આ બંધને ધ્યાનમાં રાખી ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે.

બુરહાન વાનીના મોત બાદ ઘાટીમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થયા હતા. આ પછી સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઆે વચ્ચે અનેક દિવસો સુધી સંઘર્ષ થયો હતો જેમાં 85 લોકો માર્યા ગયા હતા. અધિકારીઆેએ જણાવ્યું કે સાવધાનીના ભાગરૂપે દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લા અનંતનાગ, કુલગામ, પુલવામા અને શોપિયામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આતંકી બુરહાનની વરસીને ધ્યાનમાં રાખી અમરનાથ યાત્રાને એક દિવસ માટે રોકી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાટીમાં બંધને પગલે અમરનાથ યાત્રીકોની સુરક્ષા માટે અમરનાથ યાત્રાને એક દિવસ માટે અટકાવાઈ છે. આવામાં યાત્રીકોને રામબન, ઉધમપુર અને જમ્મુમાં જ રોકી દેવામાં આવશે.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી