અમદાવાદમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ક્રાઇમબ્રાંચે ત્રણ લોકોની કરી ધરપકડ

સ્થાનિક રીઢા આરોપીઓને આતંકી સંગઠન સાથે જોડવામાં આવતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. ૩ સ્થાનિક આરોપીની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી છે.  સ્થાનિક રીઢા આરોપીઓને આતંકી સંગઠન સાથે જોડવામાં આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ૩ આરોપીની ધરપકડ  બાદ પુછપરછમાં ખુલાસો થયો છે. આરોપી કયા સંગઠન સાથે સંકળાયેલા તે પ્રશ્નમાં જાહેરાત કરાઇ.

ઝડપાયેલ આરોપી માર્ચ મહિનામાં રેવડી બજારમાં પાંચ દુકાનમાં આગ લગાડી હતી. આગ લગાડવા માટે દોઢ લાખ રૂપિયા હવાલા અર્થે આવ્યા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી વાયા મુંબઈ અને મુંબઈથી અમદાવાદ હવાલો આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે દેશની આંતરિક સુરક્ષાને જોખમ ઉભું કરનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાંચને તપાસ દરમિયાન સીસીટીવીમાં કેટલા શખ્સો પેટ્રોલની બોટલ લઈ જતા નજર પડ્યા હતા. એક્ટિવા પર જતાં લોકો નજર પડતા તપાસ કરતા નવા ટેરર મોડ્યુલ પર્દાફાશ થયો છે. 

ISISએ નવા મોડ્યુલની શરૂઆત કરી હતી. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ વણઝારા છે. ભૂપેન્દ્રનો ફેસબુકથી બાબા ઉર્ફે બાબુનો સંપર્ક થયો હતો. ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપી ધરપકડ કરી જેમાના એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

 33 ,  1