લાહોરમાં આતંકવાદી હાફિઝ સઈદની ધરપકડ, જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો

આતંકવાદી હાફિઝ સઈદ જ્યારે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તે અત્યારે જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. ધરપકડ બાદ સઈદે કહ્યું કે તે કોર્ટમાં જશે.બે દિવસ પહેલા એન્ટી ટેરર કોર્ટે તેને જામીન આપ્યા હતા. અત્યારે ઇમરાન ખાન સરકાર પર ફાઈનૅન્શલ એક્શન ટાસ્ક ફોર્સે આતંકવાદીઓ અને તેમના સંસ્થાનો વિરુદ્ધ કડક કાર્યવાહીનું દ બાણ બનાવ્યું છે.

આ મહિને ટેરર ફંડીગ કેસમાં હાફિઝ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય 12 સાગરિતો સામે પણ કેસ નોંધાયા છે. તે અત્યારે કુલ 23 કેસમાં આરોપી છે. જોકે સરકાર તરફથી યોગ્ય પુરાવા રજૂ ન કરાતા કોર્ટે તેને જામીન આપી દીધા હતા.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી