શ્રીનગરમાં 26 જાન્યુઆરી પહેલા મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ

સુરક્ષા દળોએ 5 કિલો IED કર્યું જપ્ત

જમ્મુ અને કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશનના ભાગરૂપે વાનપોરાના નેવા શ્રૃંગાર રોડ પરથી પાંચ કિલો IED જપ્ત કર્યું હતું. મળતી માહિતી મુજબ IED એક વાસણમાં મુકવામાં આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ ટીમે સ્થળ પર પહોંચીને આઈઈડીનો નાશ કર્યો હતો. આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં સુરક્ષા દળોને વાનપોરામાં આતંકીઓ (Terrorists) છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ પુલવામા પોલીસ, 50 RR અને 183 Bn CRPF દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન રસ્તાની બાજુમાં IED પડેલો મળ્યો હતો. જે બાદ કેટલાક શકમંદોને પૂછપરછ માટે લેવામાં આવ્યા છે. સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હતી.

સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે, સુરક્ષા દળોએ હાઇવે પર ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોલાબ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા IEDને નિષ્ક્રિય કરીને એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. આતંકવાદીઓએ રસ્તાના કિનારે બે કિલોગ્રામ IED લગાવી દીધું હતું. ચોક્કસ માહિતી બાદ સેનાની ટીમે શંકાસ્પદ IEDને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

દરમિયાન, સવારે 11.30 વાગ્યે, BSF પેટ્રોલિંગ પાર્ટીને કુપવાડા-કાલારુચ હાઈવે પર પુલની બાજુમાં વાયર-કનેક્ટેડ બેટરી સાથે શંકાસ્પદ ધાતુ મળી આવી હતી. આ પછી આર્મી, બીએસએફ અને એસઓજીની ટીમે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી હતી. સ્થાનિક લોકોને કોઈ નુકસાન ન થાય તે માટે હાઈવે પર બંને તરફનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આર્મીની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને રસ્તા પરથી શંકાસ્પદ વસ્તુને ઉપાડીને જંગલમાં સલામત સ્થળે ખસેડી હતી.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી