શ્રીનગરમાં આતંકીએ પોલીસકર્મીઓ પર કર્યું આડેધડ ફાયરિંગ, બે જવાન શહીદ

 હાથમાં ખુલ્લી મશીનગનથી આતંકીનું ફાયરિંગ

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. બારઝૂલા વિસ્તારમાં શુક્રવારે બપોરે આતંકીઓએ પોલીસ કાફલા ઉપર અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં બે પોલીસ જવાન ઘાયલ થયા હતા, જે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શહીદ થયેલા બંને જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસના છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજમાં એક આતંકવાદી પોલીસકર્મીઓ પર ફાયરિંગ કરતો જોવા મળે છે.

કાશ્મીર ઝોનના પોલીસના જણાવ્યાં મુજબ આતંકીઓએ શ્રીનગરના બારઝૂલા વિસ્તારમાં પોલીસ ટીમ પર હુમલો કર્યો છે. આતંકીઓના આ હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકીઓના હુમલામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને તરત હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયું.

અત્રે જણાવવાનું કે શ્રીનગરમાં પોલીસ ટીમ પર આતંકી હુમલા બાદ સુરક્ષાદળો અને જમ્મુ કાશ્મીર પોલીસે વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધો છે. હાલ વિસ્તારમા સર્ચ ઓપરેશન ચાલુ છે.

 54 ,  1