J&K: પુલવામા પોલીસ સ્ટેશન પર આતંવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો, 10 લોકો ઘાયલ

જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદિયોંએ મંગળવારે પુલવામાં પોલિસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ ગ્રેનેડ સ્ટેશનના બહાર જ ફાટી ગયો હતો. આ હુમલામાં 10 નાગરીકોને ઈજા પહોંચી છે આમાંથી ત્રણની હાલત ગંભીર બતાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ-કાશમીરમાં સતત આતંકી હુમલાઓ થઈ રહ્યાં છે. સોમવારે પણ પુલવામામાં હુમલો થયો હતો. જમ્મુ-કાશમીરના પુલવમાં થયેલા આ IED બ્લાસ્ટમાં બે જવાનો થઈ ગયા હતા. સોમવારે થયેલા આ હુમલામાં 9 જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હતી. આ બંને જવાનો મંગળવારે સવારે શહીદ થઈ ગયા હતા.

 16 ,  1