September 19, 2021
September 19, 2021

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે નહીં રમાઈ ટેસ્ટ મેચ

પાંચમી ટેસ્ટ મેચમાં કોરોનાનું ગ્રહણ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેનચેસ્ટરમાં યોજાનારી આજે અંતિમ ટેસ્ટ મેચ સ્થગિત કરવામાં આવી છે. ક્રિકેટના રસિયાઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કોરોના મહામારી વચ્ચે બોર્ડએ આપસી સહમતિથી આ નિર્ણય લીધો છે. ટેસ્ટ મેચને એક અથવા તેનાથી વધારે દિવસો સુધી પણ ટાળી દેવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી બાદ ટીમ ઈન્ડિયાની ખુબ નજીક સંપર્ક ધરાવતા આસીસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમારનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવતા ભારે ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ અંતિમ ટેસ્ટમાં સંકટના વાદળો ઘેરાયા હતા.

જોકે, ભારતના તમામ ક્રિકેટરોનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવતાં બીસીસીઆઇએ રાહતનો શ્વાસ લીધો હતો. અલબત્ત, ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે (ઈસીબી)આ અંગે મોડી રાત સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત ન કરતાં ભારતીય ક્રિકેટ વર્તુળોને તો ટેસ્ટ મેચ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આગળ વધશે તે નક્કી જ લાગતું હતુ. ઈસીબીના મૌનને કારણે ભારતીય ક્રિકેટ ચાહકોના મનમાં અનિશ્ચિતતા પણ પ્રવર્તતી જોવા મળી હતી.

નોંધનીય છે કે, ઈંગ્લેન્ડ હાલ શ્રેણીમાં ૧-૨થી પાછળ છે અને જો આખરી ટેસ્ટ ન રમાય તો તેઓ શ્રેણી હારી જાય તેમ છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈંગ્લેન્ડ બોર્ડે બીસીસીઆઇએ જણાવ્યું હતુ કે, તમારા કેમ્પમાં કોરોનાના કેસો હોવાથી તમે આખરી ટેસ્ટ ફોરફિટ કરી દો. એટલે શ્રેણી ૨-૨થી ડ્રો થઈ જાય. જોકે બીસીસીઆઇએ આ માગનો સ્વીકાર કર્યો નહતો. ભારતીય ક્રિકેટરોએ તો ટેસ્ટ મેચ રમવાની તૈયારી બતાવી હતી.

 29 ,  1