ટેસ્ટ : ભારતની મેચ પર મજબૂત પકડ

ભારત વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ ખાતે મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. વિન્ડીઝને 222 રનમાં ઓલઆઉટ કરીને ભારતે પ્રથમ દાવમાં 75 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ભારતે દિવસના અંતે 72 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 185 રન કર્યા હતા. 260 રનની લીડ સાથે ટીમ વિન્ડીઝ પર હાવી છે.

કપ્તાન અને ઉપક્પ્તાન- વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે બંનેએ ફિફટી ફટકારી દીધી છે અને મોટો સ્કોર કરે તેમ જણાઈ રહ્યું છે. બંનેએ ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી છે. રહાણેએ સતત બીજી ઇનિંગ્સમાં ફિફટી મારતા ટેસ્ટ કરિયરમાં 19મી અર્ધસદી ફટકારી છે, જયારે કોહલીની આ 21મી ફિફટી છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી