મધ શુદ્ધ છે કે અશુદ્ધ ચાલો જાણીએ…

શરીરની કુદરતી સુંદરતા અને સ્વાસ્થ્યને જાળવવા માટે મધ ખૂબ ફાયદાકારક છે. મધમાં એન્ટિ-ઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરવાનું કામ કરે છે. મધના ફાયદાને જાણતા હોવાથી આપણે હેલ્ધી રહેવા રોજિંદા જીવનમાં મધનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ બજારમાં મળતા ભેળસેળયુક્ત મધ લાભને બદલે સ્વાસ્થ્ય ખરાબ કરે છે. તો આવો જાણીએ કે હેલ્ધી રહેવા માટે વાપરવામાં આવતું મધ શુદ્ધ છે કે અશુદ્ધ…

૧. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ નાખો. ત્યારબાદ બે-ત્રણ ટીપાં વિનેગરનાં નાખીને મિક્સ કરો. થોડી મિનિટ પછી જો આ મિશ્રણમાં ફીણ થઈ જાય તો સમજી લેવું કે આ મધ અશુદ્ધ છે.
૨. એક ગ્લાસ પાણી લઇને તેમાં એક ચમચી મધ નાખો અને મિક્સ કરો. જો મધ પાણીમાં મિક્સ નથી થતું તો મધ ભેળસેળયુક્ત છે કારણ કે, મધ પાણીમાં બહુ સરળતાથી ભળી જાય છે.
૩. હાથના અંગુઠા પર મધનાં કેટલાક ટીપાં પાડો. જો આ ટીપાં ફેલાઈ જાય અને નીચે પડવા લાગે તો સમજવું કે મધ અશુદ્ધ છે. કારણ કે શુદ્ધ મધ અંગુઠાની ત્વચા પર ચિપકી જાય છે અને ફેલાતું નથી.
૪. દિવાસળી લઇને તેની વિપરીત બાજુએ એટલે કે જ્યાં જ્વલનશીલ પદાર્થ ન હોય એ બાજુ મધ લગાવીને દિવાસળી સળગાવો. જો દિવાસળી સરળતાથી સળગી જાય તો તેનો અર્થ એ કે મધ શુદ્ધ છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી