વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીના જવાબમાં જ TET-1 – TET-2ની ભરતીની પોલ ખુલી!

રોજગારી આપવાની બાબતમાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ !

વિધાનસભાનું ચોમાસું સત્ર નવી સરકાર માટે ભારે સાબિત થયું હતું. સરકાર ભલે બહુમતીના જોરે વિધેયક પસાર કરાવવામાં સફળ રહી હોય પરંતુ વિપક્ષના ધારાસભ્યોના જવાબ આપવામાં નિષ્ફળ રહી છે અથવા મંત્રીઓએ જે જવાબ આપ્યા છે તેમાં સરકારની કામગીરીની પોલ ખુલી ગઈ છે. રાજ્યની સંવેદનશીલ અને વિકાસશીલ સરકારની પોલ ખુલી ગઈ છે. રોજગારી આપવાની બાબતમાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે જે સરકારના મંત્રીઓના જવાબથી જ સ્પષ્ટ થઈ ગયું છે.

કોંગ્રેસના પાટણથી ધારાસભ્ય કિરીટ પટેલ રાજ્યમાં TET-1, TET-2 પાસ ઉમેદવારોની ભરતી મુદ્દે પ્રશ્નો કર્યો હતો. જેના જવાબમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ સરકાર તરફથી જવાબ રજૂ કર્યો હતો. વર્ષ 2017માં TET-2ની પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે TET-1ની પરીક્ષા 2018માં લેવામાં આવી હતી. પરંતુ તેમાંથી ગણ્યાંગાંઠ્યા ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી છે.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, TET-1ના 52 ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે TET-2માં 3,335 ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. મહત્વનું છે કે, TET-2ની પરીક્ષામાં 50,755 ઉમેદવારો ઉત્તિર્ણ થયા હતા જેમાંથી માત્ર 3,335 ઉમેદવારોની જ ભરતી કરાઈ છે. જ્યારે TET-1માં 6,341 ઉમેદવારો ઉત્તિર્ણ થયા હતા. જેમાંથી માત્ર 52 જ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

ગુજરાતમાં ટેટ-1 અને ટેટ-2ના ઉમેદવારોનું શોષણ થઈ રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. રાજ્ય સરકાર લાયકાત ધરાવતા અને સરકાર પાસે નોકરીના આશા રાખી રહેલા ઉત્તિર્ણ ઉમેદવારો સાથે અન્યાય કરી રહી છે. સરકાર ખોટો ખોટા રોજગારી આપ્યાના દાવાઓ કરી રહી છે. 4 વર્ષ પહેલા પરીક્ષા આપી ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો હજી સુધી નોકરી માટે ભટકી રહ્યાં છે. રાજ્યમાં બેરોજગારી દર ભયંકર રીતે વધી રહ્યો છે. ટેટ-1 અને ટેટ-2ના ઉત્તિર્ણ ઉમેદવારો દ્વારા સરકાર સામે માંગ કરવામાં આવી હતી. છતાં પણ સરકારના પેટનું પાણી હલી નથી રહ્યું. સરકાર દ્વારા ટેટની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની ભરતી ક્યારે કરવામાં આવશે તેને લઈ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 12 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી