તેરી મહેરબાનીયા, આ શ્વાનને મળશે 15 કરોડની સંપત્તિ

જાણીતી મોડલ પોતાની તમામ સંપત્તિ કરશે પ્રિય શ્વાનના નામે

દેશ-વિદેશમાં પાલતુ પ્રાણી રાખવું હોય તો પહેલી પસંદગી શ્વાનની કરવામાં છે એટલું જ નહીં વફાદારીની વાત આવે ત્યારે સૌથી પહેલા શ્વાનનું નામ લેવામાં આવે છે જેના પગલે ઘણાં એવા લોકો છે જેમનો શ્વાનપ્રેમ અદ્દભુત હોય છે. તેઓ શ્વાનને પરિવારના સભ્યની જેમ રાખે છે. બ્રાઝિલની એક મોડલે પોતાના શ્વાનને વારિસ ઘોષિત કરી દીધું છે તેમજ કહ્યું કે, મોડેલનું તેના મૃત્યુ પછી તેની સંપૂર્ણ સંપત્તિ 2 મિલિયન ડોલર એટલે કે 15 કરોડ રૂપિયા Francisco શ્વાને સોંપી દેશે. મોડલના કોઈ સંતાન નથી. મોડલ Ju Isen વકીલોની સલાહ લઈ રહી છે, જેથી એવી વસિયત તૈયાર કરી શકે જેમાં તમામ સંપત્તિ શ્વાન ફ્રાન્સિસ્કોના નામે કરી શકે. શ્વાન ફ્રાન્સિસ્કો તમામ કારો અને બંગલાનો માલિક બનશે. ઈસેનનું કહેવું છે કે જ્યારે તે નહીં હોય ત્યારે આ પૈસા કૂતરા અને તેનું ધ્યાન રાખનારા લોકોના જીવનમાં સુવિધાઓ પૂરી પાડશે.

રિપોર્ટ અનુસાર, ઈસેને જણાવ્યું કે, મેં ઘણું કામ કરી લીધું અને હવે મને લાગે છે કે તે સમય આવી ગયો છે કે હું ભવિષ્યનો પણ વિચાર કરું. ઈસેન ઘણીવાર શ્વાન ફ્રાન્સિસ્કો સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. શ્વાનને સ્ટાઈલિશ કપડા પણ પહેરાવવામાં આવે છે અને તે ઈસેન સાથે પ્રાઈવેટ જેટમાં મુસાફરી પણ કરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે ઈસેન ચર્ચાનો વિષય બની છે, આ પહેલા પણ તેણે જાન્યુઆરી મહિનામાં કરેલા એક ખુલાસાને કારણે ઘણી ચર્ચાઓ થઈ હતી. તેણે કહ્યુ હતું કે, નવું રુપ મેળવવા માટે તેણે પ્લાસ્ટિક સર્જરી પાછળ 219000 પાઉન્ડ ખર્ચ કર્યા હતા.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી