થરૂરે PM મોદીને લખ્યો પત્ર, ‘મનની વાત ક્યાંક મૌનની વાત ન બની જાય’

દેશની 49 જાણીતી હસ્તિઓ સામે ફરિયાદ દાખલ થયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. કળા-સાહિત્ય અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલી 49 હસ્તીઓએ પીએમ મોદીના નામે ખુલ્લો પત્ર લખ્યો હતો. જેમાં લઘુમતિ સમુદાય પર સતત થતી મોબ લિન્ચિંગની ઘટના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી

જે બાદ આ તમામ હસ્તીઓ પર એફઆઇઆર દાખલ કરવામાં આવી. ત્યારે શશી થરૂરે સમગ્ર મામલે પીએમ મોદીને પત્ર લખી સ્ટેન્ડ લેવાનો આગ્રહ કર્યો છે. શશી થરૂરે કહ્યું કે વડાપ્રધાન લોકોની અભિવ્યક્તિ સ્વતંત્રતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધતા બતાવે. મોબ લિન્ચિંગ એક એવી બિમારી બની ગઈ છે જે ઝડપથી ફેલાઈ રહી છે.

એક ભારતીય નાગરિકના રૂપમાં અમે આશા રાખીએ છીએ કે અમારામાંથી દરેક ડર્યા વગર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાને પ્રકાશમાં લાવી શકે કે જેથી તમે તેને સંબોધિત કરી શકો. અમને તમારી પર વિશ્વાસ છે કે તમે પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સમર્થન કરશો. જેથી ભારતના નાગરિકોની મન કી બાત મૌન કી બાતમાં ન બદલાઈ જાય.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી